Posts

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

Image
સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા લેખક  –  કલ્પેશ મેણિયા . આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર રાણા હમિરસિંહ સોઢા ની શોર્યગાથા

પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર રાણા હમિરસિંહ સોઢા ની શોર્યગાથા લેખક  –  કલ્પેશ મેણિયા . 2૦૦ વર્ષની ગુલામી કર્યાં બાદ જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં પરંતુ એક અલગ રાષ્ટ્ર નુ નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાન, ગાંધીજીના અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં રાષ્ટ્રની ખુશીમાં ઝુમી રહ્યાં હતા. પરંતુ એ સમયે લાખો હિન્દુ – મુસ્લિમો એ રાતોરાત પોતપોતાનુ સ્થાન બદલવુ પડયુ. બે રાષ્ટ્રો વચ્ચે સરહદ સીમા નક્કી થઈ ચુકી હતી. પરંતુ એક એવુ હિન્દુ રાજપૂત પરિવાર જેમણે પોતાનો ગઢ છોડીને જવાનું વિચાર્યું પણ નહીં. પરંતુ આ પરિવારે પાકિસ્તાનમાં જ રહીને પોતાનુ કટ્ટર હિન્દુત્વ નિભાવ્યુ અને હાલમાં પણ તેના વંશજો નિભાવી રહ્યાં છે. એક રાજપૂત ક્ષત્રિય વ્યક્તિ માટે પોતાના લોકોની રક્ષા એજ સૌપ્રથમ કર્તવ્ય બની રહે છે. આવો જ એક પરિવાર છે સોઢા પરિવાર. ૧૫૪૦ મા જ્યારે શેરશાહ શુરી સાથેના યુદ્ધમાં હુમાયુ હાર્યો ત્યારે તે નિરાધાર હતો, ઉપરાંત તેમની બેગમ ગર્ભવતી હતી. એવા સમયે આ પ્રભાવશાળી પરિવાર તેનો આશરો બન્યો હતો. અને એજ કિલ્લામાં ભારતના મહાન સામ્રાજ્ય નુ સપનું સા...

રાષ્ટ્રપતિને ચૂંટવા માટેની નક્કી કરેલી આ ચૂંટણી પ્રક્રિયા અદભૂત છે તમે જાણો છો ?

Image
રાષ્ટ્રપતિને ચૂંટવા માટેની નક્કી કરેલી આ ચૂંટણી પ્રક્રિયા અદભૂત છે તમે જાણો છો ? લેખક  –  કલ્પેશ મેણિયા . લખાણ થોડુ લાંબુ છે પણ વાંચવા માટે ખાસ ભલામણ કરુ છું. (સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરનારા મિત્રો ખાસ વાંચે ) વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ એટલે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડી ચૂક્યુ છે. આપણા વર્તમાન રાષ્ટ્રપતિ મહામહિમ પ્રણવ મુખરજીએ 25 જુલાઇ 2012થી પદ સંભાળ્યુ હતુ એટલે 24 જુલાઇ 2017ના રોજ એમનો કાર્યકાળ પુરો થાય છે. આપણા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે એ ભારતના નાગરીક તરીકે આપણે જાણી-સમજી શકીએ એ માટે અટપટ્ટી પ્રક્રિયાને સરળ ભાષામાં આપ સૌ મિત્રો સાથે શેર કરુ છું. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકોએ ચૂંટેલા ધારાસભ્યો અને સંસદસભ્યો લોકોના પ્રતિનિધી તરીકે ભાગ લે છે અને મતદાન કરે છે. આ ચૂંટણીમાં સૌ પ્રથમ ધારાસભ્યના મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આ માટે જે તે રાજ્યની કૂલ વસ્તીને તે રાજ્યના ધારાસભ્યોની સંખ્યા વડે ભાગવામાં આવે છે અને ત્યાર બાદ ફરીથી તેને 1000 વડે ભાગવામાં આવે છે. (આ ગણતરી માટે 1971ની વસ્તીગણત...

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો

– વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો – લેખક  –  કલ્પેશ મેણિયા . ૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે. ૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી. ૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે. ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે. ૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો. ૦૬. વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે. ૦૭. સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ. ૦૮. બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે. ૦૯. ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી. ૧૦. અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ. ૧૧. રાજાએ ક્યારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહિ. ૧૨. રાજા, વિધવા, સૈનિક, લોભી, અતિ દયાળુ, અતિ ઉડાઉ અને અંગત મિત્ર – આ સાત સાથે નાણાંની લેવડ-દેવડ કરવી નહિ. ૧૩. આળસુ, ખાઉધરો, અળખામણો, ઘૂર્ત, ચાલાક, ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘેર ઊતારો આપવો નહિ. ૧૪. તપ, દમ, અધ્યયન, યજ્ઞ, દાન, સદાચાર અને પવિત્ર વિવાહ – આ ગુણો જે કુળમાં હ...