જૂનાગઢના દીવાન બહાઉદ્દીનભાઇની વર્ષો પહેલાની આ સત્યઘટના છે. લેખક – કલ્પેશ મેણિયા . વર્ષો પહેલાની આ સત્યઘટના છે. જુનાગઢમાં એ વખતે નવાબનુ શાસન હતું.એ સમયે જુનાગઢમાં એક કઠીયારા કુટૂંબના ભાઇ-બહેન રહેતાં.છોકરાનુ નામ બાવલો અને છોકરીનુ નામ હતું લાડલીબુ.નાનપણથી જ મા-બાપ પ્રભુના દરબારમાં ચાલ્યા ગયેલા,બંને એકલા રહેતા.દારુણ ગરીબી આંટો દઇ ગયેલી.ભાઇ-બહેન ભવનાથની તળેટીમાં જઇ,લાકડાં કાપીને માંડ ગુજરાન ચલાવતા. એક દિવસ બાવલો થાક્યો-પાક્યો ઘરે આવે છે અને લાડલીબુને કહે છે -“બહેન ! ભુખ લાગી છે..ખાવાનુ બનાવ.”ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે – “ભાઇ ! ભુખ તો મને પણ લાગી છે,પણ ઘરમાં કાંઇ નથી.” બાવલો કહે છે – “વાંધો નહિ બેન ! દાતરડું લાવ.હું થોડાક લાકડાં લઇ આવુ.” લાડલીબુ ફરી છે – “એ તો હું પણ કરી શકત ભાઇ પણ દાતરડાની દાંતી બૂઠી થઇ ગઇ એટલે એને કકરાવવા(ધાર કઢાવવા,અણીધાર બનાવવા,પવરાવવા) હું લુહાર પાસે ગયેલી પણ પૈસા નો’તા એટલે લુહારે ના પાડી.” “લાવ,હું જાવ.લુહાર કરુણાથી કદાચ પીગળી જાય.” કહી બાવલો લુહાર પાસે ગયો.લુહારની ધમણ બહાર ભીડ ઓછી થઇ એટલે તેને પગે પડી કરગર્યો.લુહારને દયા આવ...