Posts

Showing posts with the label ઘેલા સોમનાથ

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

Image
સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા લેખક  –  કલ્પેશ મેણિયા . આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

શ્રી ઘેલા સોમનાથની સ્થાપનાનો અદભુત ઇતિહાસ

Image
શ્રી ઘેલા સોમનાથની સ્થાપનાનો અદભુત ઇતિહાસ લેખક  –  કલ્પેશ મેણિયા . સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ. જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૂતિક સૌંદર્ય જોવું એ પણ એક જીવનનો લહાવો છે. શ્રી સોમનાથ મહાદેવનું આ ઘેલા સોમનાથ મંદિર સૌરાષ્ટ્રની પાંચાલ ભૂમિમાં આવેલ પવિત્ર તિર્થ સ્થળ ગણાય છે. જેના વિશે આ ઉક્તિઓ છે. કંકુવરણી ભોમકા, સરખો સાલે માળ, નરભક્ત નારાયણ નિપજે, ભોય દેવકો પાંચાળ ઢાંગી માંડણ ઠીક છે, કદી ન આગળ કાળ, ચાર પગ ચરતા ફરે, ખડ જેવો પાંચાળ (અર્થાત્ ઃ કંકુના રંગ જેવી પાંચાળ ભૂમિ છે, જ્યાં સરખી માળમાં આવેલા સુંદર મહેલ છે. સાચી ભક્તિથી નરમાંથી નારાયણ બનતા મનુષ્યની આ પાંચળ ભૂમિ, દેવભૂમિ મનાય છે. આ પ્રદેશમાં આવેલ માંડણ ડુંગરાની સુંદર હારમાળાઓ છે. આ પ્રદેશમાં પશુઓ બારે માસ મોજથી ચરતા રહે છે.) ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ( ૧૪૫૭ આસપાસ ) ગુજરાતમાં મ...