Posts

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

Image
સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા લેખક  –  કલ્પેશ મેણિયા . આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

Image
સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ લેખક  –  કલ્પેશ મેણિયા . સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ (નવેમ્બર 14, 1799) ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા.

સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ)

Image
સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ) લેખક  –  કલ્પેશ મેણિયા . સૌરાષ્ટ્રદેશે વિશદે‌உતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકળાવતંસમ | ભક્તપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || 1 || ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી ચાલી આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગુજરાતમાં આવી વસ્યાં હતાં બાર જ્યોતિર્લીંગો પૈકીના ૨ ગુજરાતમાં છે સોમનાથ અને નાગેશ્વર અને બંને સૌરાષ્ટ્રમાં છે.

શ્રી ઘેલા સોમનાથની સ્થાપનાનો અદભુત ઇતિહાસ

Image
શ્રી ઘેલા સોમનાથની સ્થાપનાનો અદભુત ઇતિહાસ લેખક  –  કલ્પેશ મેણિયા . સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ. જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૂતિક સૌંદર્ય જોવું એ પણ એક જીવનનો લહાવો છે. શ્રી સોમનાથ મહાદેવનું આ ઘેલા સોમનાથ મંદિર સૌરાષ્ટ્રની પાંચાલ ભૂમિમાં આવેલ પવિત્ર તિર્થ સ્થળ ગણાય છે. જેના વિશે આ ઉક્તિઓ છે. કંકુવરણી ભોમકા, સરખો સાલે માળ, નરભક્ત નારાયણ નિપજે, ભોય દેવકો પાંચાળ ઢાંગી માંડણ ઠીક છે, કદી ન આગળ કાળ, ચાર પગ ચરતા ફરે, ખડ જેવો પાંચાળ (અર્થાત્ ઃ કંકુના રંગ જેવી પાંચાળ ભૂમિ છે, જ્યાં સરખી માળમાં આવેલા સુંદર મહેલ છે. સાચી ભક્તિથી નરમાંથી નારાયણ બનતા મનુષ્યની આ પાંચળ ભૂમિ, દેવભૂમિ મનાય છે. આ પ્રદેશમાં આવેલ માંડણ ડુંગરાની સુંદર હારમાળાઓ છે. આ પ્રદેશમાં પશુઓ બારે માસ મોજથી ચરતા રહે છે.) ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ( ૧૪૫૭ આસપાસ ) ગુજરાતમાં મ...

જૂનાગઢના દીવાન બહાઉદ્દીનભાઇની ​વર્ષો પહેલાની આ સત્યઘટના છે

Image
જૂનાગઢના દીવાન બહાઉદ્દીનભાઇની ​વર્ષો પહેલાની આ સત્યઘટના છે. લેખક  –  કલ્પેશ મેણિયા . વર્ષો પહેલાની આ સત્યઘટના છે. જુનાગઢમાં એ વખતે નવાબનુ શાસન હતું.એ સમયે જુનાગઢમાં એક કઠીયારા કુટૂંબના ભાઇ-બહેન રહેતાં.છોકરાનુ નામ બાવલો અને છોકરીનુ નામ હતું લાડલીબુ.નાનપણથી જ મા-બાપ પ્રભુના દરબારમાં ચાલ્યા ગયેલા,બંને એકલા રહેતા.દારુણ ગરીબી આંટો દઇ ગયેલી.ભાઇ-બહેન ભવનાથની તળેટીમાં જઇ,લાકડાં કાપીને માંડ ગુજરાન ચલાવતા. એક દિવસ બાવલો થાક્યો-પાક્યો ઘરે આવે છે અને લાડલીબુને કહે છે -“બહેન ! ભુખ લાગી છે..ખાવાનુ બનાવ.”ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે – “ભાઇ ! ભુખ તો મને પણ લાગી છે,પણ ઘરમાં કાંઇ નથી.” બાવલો કહે છે – “વાંધો નહિ બેન ! દાતરડું લાવ.હું થોડાક લાકડાં લઇ આવુ.” લાડલીબુ ફરી છે – “એ તો હું પણ કરી શકત ભાઇ પણ દાતરડાની દાંતી બૂઠી થઇ ગઇ એટલે એને કકરાવવા(ધાર કઢાવવા,અણીધાર બનાવવા,પવરાવવા) હું લુહાર પાસે ગયેલી પણ પૈસા નો’તા એટલે લુહારે ના પાડી.” “લાવ,હું જાવ.લુહાર કરુણાથી કદાચ પીગળી જાય.” કહી બાવલો લુહાર પાસે ગયો.લુહારની ધમણ બહાર ભીડ ઓછી થઇ એટલે તેને પગે પડી કરગર્યો.લુહારને દયા આવ...

જગન્નાથજીની રથયાત્રા વિષેની આ અજબ-ગજબ વાતો તમે નહીં જ જાણતા હોય!

Image
જગન્નાથજીની રથયાત્રા વિષેની આ અજબ-ગજબ વાતો તમે નહીં જ જાણતા હોય! લેખક  –  કલ્પેશ મેણિયા . જગન્નાથ પુરીની યાત્રા વિશે આપણે ખૂબ જ ઓછી વાતો જાણતા હોઈએ છીએ. આ નગરી જેટલી જૂની છે એટલી જ તેની વાતો અને તેની સાથે જોડાયેલી રથયાત્રાની વાતો પણ રસપ્રદ છે. -મંદિરનો ઝંડોઃ જગન્નાથ પુરી મંદિરની ઉપર લગાવવામાં આવેલ ઝંડો હંમેશા હવાની વિપરિત દિશામાં જ લહેરાતો દેખાતો હોય છે. -પુરીમાં હવાનો રુખઃ – દિવસના સમયે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે અને સાંજના સમયે તેનાથી ઉલટું હોય છે. પરંતુ પુરીમાં તેનાથી ઊલટું હોય છે. -સુદર્શન ચક્રઃ- પુરીમાં તમે કોઈપણ જગ્યાએ ઊભા રહો, તમે મંદિરની ઉપર લગાવવામાં આવેલ સુદર્શન ચંક્રને જોશો તો તે હંમેશા તમારી સામે જ લાગેલું દેખાશે. -પુરીમાં પક્ષીઃ- જગન્નાથ મંદિરની ઉપર પક્ષી ઉડતા નથી દેખાતા. -જગન્નાથ પુરીનો ગુંબદઃ- જગન્નાથપુરી મંદિરના મુખ્ય ગુંબદની છાયા દિવસના કોઈપણ સમયે જોવા મળતી નથી. -પુરીનો પ્રસાદઃ- મંદિરમાં પ્રસાદ બનાવવા કે તૈયાર કરવા માટે 7 વાસણોને એકબીજા ઉપર રાખવામાં આવે છે અને આ પ્રસાદ સામગ્રીને લાકડા ઉપર પકવવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી ઉપરવાળા વાસણમાં...

1 હાથે જ 1 રાતમાં બન્યું આ શિવ મંદિર, અહીં શા માટે પૂજા કરવાની છે મનાઈ? જાણો અહિ.

Image
1 હાથે જ 1 રાતમાં બન્યું આ શિવ મંદિર, અહીં શા માટે પૂજા કરવાની છે મનાઈ? જાણો અહિ. લેખક  –  કલ્પેશ મેણિયા . ભારતમાં ભગવાન શિવનાં કેટલાંય મંદિર છે, પણ ઉત્તરાખંડનાં પિથૌરાગઢથી દૂર સભા બસ્તિરમાં એક એવું શિવ મંદિર છે જ્યાં ભોળાનાથની પૂજા થતી નથી. માન્યતા મુજબ અહીં મૂર્તિકારનાં શ્રાપને કારણે આ શિવ મંદિરમાં પૂજા ન થતી હોવાની માન્યતા છે. લોકો અહીં ફરવા આવે છે પણ શિવ મંદિરમાં પૂજા કરતાં નથી. આ શિવ મંદિર છે ઉત્તરાખંડનું હથિયા દેવાલય ઉત્તરાખંડ રાજ્યાનાં જનપદની નજીક પિથૌરાગઢથી ઘારચૂલા જતાં માર્ગ પર લગભગ 70 કિલોમીટર દૂર સ્થિત છે કસ્બા સ્થળ જ્યાંથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલું છે ગામ સભા બલ્તિર. અહીં પર એક અભિશપ્ત હથિયા દેવાલયનું એક શાપિત મંદિર છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, ભગવાન ભોળાનાથનાં દર્શન કરે છે, મંદિરની અનોખી સ્થાપત્ય કળાને નિહાળે છે અને પુનઃ પાછા જતાં રહે છે. અહીં ભગવાન શિવની પૂજા કરવામાં આવતી નથી. એક હાથે બન્યું છે મંદિર આ મંદિરનું નામ એક હથિયા દેવાલય છે જેનો અર્થ છે કે એક હાથથી બનેલું મંદિર. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને જૂના ગ્...